ઓશો કે જેઑ શરૂઆતમાં આચાર્ય રજનીશ ના નામથી પછી ભગવાન રજનીશ અને છેલ્લે કેવળ ઓશો ના નામથી દુનિયાભરમાં મશહૂર થયા ઓશો જપાનીસ શબ્દ છે જેનો અર્થ થાય છે સાગરીય અનુભવ, એક બુંદ સાગરમાં ભળી જાય અને બુંદ સ્વયં સાગર થઈ જાય. હું જે વ્યક્તિ વિશે લખવા જઈ રહ્યો છું તે માટેની લાયકાત હું ધરાવતો નથી કારણ કે હું તેનો કોઈ અનુયાયી નથી કે ડાઇ હાર્ડ ફેન પણ નથી હા ચોક્કસ એક સારો વાચક અને વિચારક હોવાના નાતે મે તેમને વાંચ્યા છે, સાંભળ્યા છે. માણીયા છે તેમના જીવનને અને તેમના વ્યક્તિત્વને મૂલવવાનો મારી રીતે થોડો પ્રયાસ કર્યો છે  જે હું અહીં આપની સાથે શેર કરી રહ્યો છું, આ લેખ લખવા પાછળનો ઉદ્દેશ્ય કેવળ એટલો જ છે કે નવી પેઢીના વાચકો આ મહામાનવે આપેલા વિચારો અને અસાધારણ તર્ક શક્તિથી ભરેલા તેમના ભાષણો youtube ઉપર સાંભળી શકે અને માણી શકે જો તેમને ઈચ્છા થાય તો જ.  હું દાવાથી કહી શકું કે તર્ક શક્તિ બાબતે આનાથી વિશેષ કોઈ વિચારક ને મે સાંભળ્યા નથી કે વાંચ્યા નથી આમનું તર્ક એટલું બધુ સટીક હોય છે કે વાંચનારને કેવળ ગળે ઉતરી જાય છે તેટલું જ નહીં પરંતુ તેમને સંતોષનો ઓડકાર આવી જાય છે કે હવે આનાથી અન્ય કાંઇ ઉત્તમ હોય શકે નહીં, ઓશો એવા અજોડ દર્શન શાસ્ત્રી અને તર્કશાસ્ત્રી શાસ્ત્રી હતા. મારા જેવા ઘણા વાચકોએ ઓશોના માધ્યમથી સિગમંડ ફ્રોઈડ અને ફેડરીક નિત્સે  જેવા માનસ શાસ્ત્રી અને તર્ક શાસ્ત્રી ના વિચારો ને જાણ્યા. બીજું હાલમાં જ અક્ષરનાદના સંપાદક અને જાણીતા લેખક શ્રી જીગ્નેશભાઈ અધ્યારૂ એ એક અમેરિકાની વેબ સીરીઝ જેનું નામ “વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી” વિષે  લખેલા પોતાના લેખમાં આચાર્ય રજનીશ નો ઉલ્લેખ કરેલો હવે એમના વિષે થોડી પાયાની વાતો કરીએ.

આચાર્ય રજનીશ નો જન્મ 11-12-1931 ના રોજ મધ્યપ્રદેશના ખુબ જ નાનકડા ગામ  કૂચવાડામાં થયો હતો તેમનું બાળપણ તેમના નાના-નાની ના ઘરે પસાર થયું હતું તેઓ તેમના  માતા-પિતાના કુલ 11 સંતાનોમાં સૌથી મોટા હતા વધુ સંતાનો હોવાને લીધે તેમનો ઉછેર તેમના નાના-નાની પાસે થયેલો ઓશો ના કહેવા મુજબ તેમના નાની મા ગજબની શુજ  બુજ અને દૂરદર્શિતા હતી જેનો પ્રભાવ ઓશો ઉપર ખુબજ હકારાત્મક પડ્યો તેમના જન્મ સ્થળ કૂચવાડાથી માત્ર 125 કિલોમીટર દૂર જબલપુર નામના નાના શહેરમાં મહર્ષિ મહેશયોગી જન્મ થયેલ આમ મધ્યપ્રદેશના આ નાના એવા વિસ્તાર માં બે મહાન આધ્યાત્મિક ગુરૂના જન્મ સ્થાન આવેલા છે. ઓશો વિષે મને ખુબ જ સ્પર્શી ગયેલી વાત હોય તો એ છે તે તેઓ પૂર્ણ સમયના અને જીવન પર્યંત આધ્યાત્મિક ગુરૂ હતા તેમને યુવાનીના બે-ત્રણ વર્ષ બાદ કરતા કોઈપણ નોકરી કે ધંધો ક્યારેય કર્યો નથી. તેઓ બાળપણથી જ આધ્યાત્મિક માર્ગના મુસાફર હતા તેઓ બાલ્યાવસ્થામાં પણ અજાણતા ધ્યાનની સ્થિતિમાં ચાલ્યા જતા તેમનું બાળપણ સામાન્ય બાળક જેવું જ પસાર થયેલું તેમની કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર યાદશક્તિ ને લીધે તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસક્રમ ફિલોસોફીના વિષય સાથે પાસ કર્યો ત્યારબાદ થોડો સમય કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું પછી તેઓ પૂર્ણ સમય લોકોને જાગ્રત કરવાનું કામ કરતા રહ્યા અને ભારત ભ્રમણ કર્યું 1970 ની આસપાસ આસપાસ મુંબઈ આવી ત્યાં ખૂબ પ્રવચનનો આપ્યા અને લોકોને જાગ્રત કર્યા તેમના પ્રવચનોથી તેમના અનુયાયીઓની સંખ્યામાં દિનપ્રતિદિન ખુબ જ વધારો થવા લાગ્યો સમાજના ઈન્ટેલેક્ચ્યુઅલ  બિઝનેસ ટાયકૂન અને મોટા-મોટા પ્રોફેશનલસો ઓશોના પ્રવચનનો થી અને પુસ્તકોથી અભિભૂત થઈ ગયા સાથે સાથે વિવાદો પણ સર્જાતા ગયા અને આ વિવાદો તેમના જીવનનો અનિવાર્ય ભાગ બનીને રહી ગયા. ઓશોના પ્રવચનોથી આકર્ષાઈને પશ્ચિમના લોકો તેમના ડાઈ-હાર્ડ ફેન બની ગયા હતા અને ઓશો જેની ઉપર સૌથી વધારે ભાર મુક્તા તે ધ્યાન પધ્ધતિ વિષે રૂબરૂમાં જાણવા અને ધ્યાન શીખવા  માટે ભારતમાં મોટા પ્રમાણમા વિદેશીઓ આવવા લાગ્યા ઓશોએ ધ્યાનની લગભગ 108 જેટલી પધ્ધતિઓ વિકસાવી હતી. ઓશો પોતાના પ્રવચનમાં ધર્મના વડાઓને, રાજકીય વડાઓને નિશાન બનાવતા અને તેમનો જાહેરમાં  ઉધડો લેતા,   પોતાના  અસાધારણ તર્કથી  તેમને  પાખંડી  સાબિત કરતા  આમ  તેઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં વિવાદો સર્જાયા  અને આ વિવાદો જીવનપર્યત તેમની સાથે જ રહ્યા પરંતુ  તેમના  પ્રવચનની  કેટલી  ખાસ વાતો પણ  એવી હતી કે જે વાચકોને જીવનપર્યંત  યાદ રહેશે. તેમણે લોકોને સાચી ધાર્મિકતા શું છે તે શીખવી અને ધર્મના નામે ચાલતા પાખંડથી દૂર રહેવાનુ શીખવ્યું, ભક્તિ ડરથી, લોભથી, લાલચથી નહીં પણ એ બધાથી ઉપર ઉઠીને આનંદથી કરવાની છે, પુજા પરમાત્માની થાય પૂજારીની નો થાય તે વાત તેમણે બે ટૂક કહી તેમણે કહેલી જે તે સમયે કેટલીક વાતો આજે પણ વાચવી અને  સાંભળવી ગમે છે અને પ્રસ્તુત પણ લાગે છે ઓશો નો ધીમો, મીઠો અને માદક અવાજ વર્ષો સુધી દરેક સાંભળનારના કાન અને મસ્તીષક માં ગુંજે છે    .

તુમ અગર  ખુશ નહીં રહોગે  તો તુમ્હારી  ભીતર કા  પરમાત્મા કેસે ખુશ રહ પાયેગા,

તુમ  અગર  દુઃખી રહોગે  તો  તુમ્હારી  ભીતર કા પરમાત્મા ભી દુઃખી રહેગા,

તુમ અગર ભયભીત રહોગે  તો તુમ્હારી ભીતર કા પરમાત્મા ભી ભયભીત રહેગા

ઇસી લિયે  મેં કહેતા હું  હર ક્ષણ  ઔર હર હાલ મેં  ખુશ રહો,

ક્યોકી  તુમ્હારી  ભીતર  રહા  પરમાત્મા ભી યહી યહી ચાહતા હૈ.

ઓશો ના વિચારોનું ફલક એટલું મોટું હતું કે તેના માંધ્યમથી મારા જેવા અગણિત વાચકોએ દરેક ધર્મ અને દરેક ધર્મના મહાત્માઓ વિષે આછેરી જલક મેળવી તેમણે હિન્દુ, મુસ્લિમ, શીખ,ઈસાઈ, યહૂદી વિ. ધર્મ વિષે ખુબજ ઊંડાણ થી ચિંતન કરેલું તેમણે ભગવાન રામ, કૃષ્ણ, શિવ, ને ખૂબ પ્રેમ કર્યો અને ક્યારેક તેની ત્રુટીઓ દેખાડવાની બિન જરૂરી ચેસ્ટાઓ પણ કરી જે ને લઈને સનાતન ધર્મીઓના રોષ નો ભોગ બન્યા, તેઓએ મીરબાઈ થી લઈને મહાત્મા ગાંધી વિષે વિવેકનંદથી લઈ કબીર અને રહીમન સુધી ની ઘણી બધી આધ્યાત્મિક હસ્તીઓ વિષે ખુબજ ઊંડાણ થી લખ્યું છે, ભગવાન મહાવીર અને બુધ્ધ વિષે તો ઓશો જેટલું ભાગ્યેજ કોઇકે લખ્યું હશે.

1980 પછી અમેરિકાના ઓરેગન પ્રાંતમાં માં એક ખૂબ જ મોટા કદના આશ્રમ ની સ્થાપના કરી અને ત્યાં આધ્યાત્મિક પ્રવુતિઓને વેગ આપ્યો પરંતુ ત્યાં થયેલા વિવાદને લીધે તેમને નાલેશી સાથે ભારત પરત આવવું પડ્યું ત્યારબાદ તેઓ પૂના ખાતે રજનીશ આશ્રમમાં જ  રહયા અને તેમની આધ્યાત્મિક યાત્રા આગળ વધારી તેમનું મૃત્યુ 19-1-1990 ના રોજ પૂના ના આશ્રમમા જ થયું આરીતે એક યુગ પ્રવર્તક પુરુષે આપણી વચ્ચેથી વિદાય લીધી.

Leave a comment