વ્યાપાર જગતમાં આવ્યા પછી તેમાં ખાસ કરીને મેસકોટ કલર જોઇન્ટ કર્યા પછી મારા મિત્ર અને મેસકોટ કલરના માલિક મનસુખભાઇ ગઢીયા સાથે ધંધાના પાઠ ભણતા-ભણતા જે થોડું અનુભવ્યું તે કાવ્ય દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું છૂ આશા છે આપ સૌને પણ ગમશે જ.

પૈસા વિનાની શાહુકારી નથી ગમતી મને,

ઉધારિવાળી વાત નથી ગમતી મને.

અહિયાં વ્યાપારી ઉધારમાં લઈ લે છે લાખોનો માલ,

તેઓ થાય છે બીજાના માલ થી માલા માલ.

વ્યાપારની આવી રીત-ભાત નથી ગમતી મને.

જો આવે વ્યાપારમાં માણસાઈ તો થાય સઘળું લેણ-દેણ કેશમાં,

વ્યાપારી બધા રહે  હમેશા ટેશમાં.

ભલે નીકળી જાય રાડ ભેગી ચીસ,

અહિયાં નથી લેવો માલ કોઈને કેશમાં,

પછી ભલે મળતો હોય ઉધારીમાં સોનો માલ એકસો વીસમાં.

ક્યાં સુધી ચાલસે વ્યાપારમાં આવી રીત ગંદી,

તેજી તો આજે છે પછી આવશે મંદી.

કોણ સમજસે ગાંધીની આ વાત ઉધારની નો હોય દોડ,

હોય પછેડી એવડી સોડ.

આજના ભારતમાં પૈસાની જ છે રામાયણ,

ચેતન હવે તો નગદ એ જ નારાયણ.

Leave a comment